હું અને ક્રિકેટ
આમ તો હું ક્રિકેટ જોતો નથી (ફિક્સીંગ સમાચારો થી રસ ઊડી ગયો હતો), પણ આજે સચીને ૧૭,૦૦૦ રન પૂરા કરયા તો જોવાની ઈચ્છા રોકી ના શક્યો. સચીનની ધૂંવાધાર બેટીંગ (૧૭૫ રન) અને રૈના સાથેની ભાગેદારી જોવાની મજા પડી.
પરંતુ અન્તે પાવર પ્લેનો પણ ફાયદો ના થયો. જાડેજાની અસ્થીરતા અને પૂંછડીયા બેટ્સમેનોના હવાતીયા ભારત ને જિતાડી ના શક્યા. આમ તો ઓ સ્ટ્રેલિયા પણ ફિલ્ડીંગમા લોચા મારતુ હતુ, જો થોડીક વધારે મહેનત કરી હોત તો ભારત આ મેચ જીતી શક્યુ હોત.
સચીનને ૧૭,૦૦૦ રન માટે અને સદી માટે અભિનંદન… જોઈએ હવે આગલી મેચમા શું થાય છે?


