Archive for November, 2009
આ વીકેન્ડમા ૨૦૧૨ જોયુ
આ વીકેન્ડમા ૨૦૧૨ જોયુ અને દુનિયાનો અંત કેવી રીતે થઈ શકે છે તેનો ખ્યાલ આવ્યો.
એક ભારતીયને સૌપ્રથમ અંતની શરૂઆતની ખબર પડે છે અને મૂવીના અંતમા ચાઈનીસોએ બનાવેલા જહાજોમા અમુક લોકો ૬૦૦ કરોડ રુપૈયા (???) પર સીટ આપીને અને અમુક લોકો નસીબથી બચી જાય છે. સાથે જ ૦૧ – ૦૧ – ૦૦૦૧ ની પણ શરૂઆત થાય છે.
એક વાર થિયેટરમા જઈને જોવા જેવુ મૂવી છે.
વાતાવરણની સ્વાસ્થય પર અસર
વાતાવરણમા છેલ્લા બે દિવસથી ભારે બદલાવ છે. અહીં સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો, અને વાદળો હજૂ ઘેરાયેલા છે. આજૂબાજૂ ના ગામો માં તો ગઈ રાત થી વરસાદ પડે છે.
હમણાં સમાચાર મળ્યા કે બેંગ્લૂરૂ (બેંગ્લોર) માં પણ વરસાદ પડી રહ્યો છે. લાગે છે, ૨૦૧૨ ના અંતની શરૂઆત થઈ રહી છે
આ વીકેન્ડ્માં ૨૦૧૨ રીલીઝ થઈ રહ્યુ છે, તો જોવા જવાની ઈચ્છાછે.
આ વાતાવરણની સ્વાસ્થય પર થોડી અસર થઈ છે. ગઈકાલથી શર્દી અને ઝીણો તાવ છે, તો આજે ઘરે જ કામ અને આરામ છે.
હું અને ક્રિકેટ
આમ તો હું ક્રિકેટ જોતો નથી (ફિક્સીંગ સમાચારો થી રસ ઊડી ગયો હતો), પણ આજે સચીને ૧૭,૦૦૦ રન પૂરા કરયા તો જોવાની ઈચ્છા રોકી ના શક્યો. સચીનની ધૂંવાધાર બેટીંગ (૧૭૫ રન) અને રૈના સાથેની ભાગેદારી જોવાની મજા પડી.
પરંતુ અન્તે પાવર પ્લેનો પણ ફાયદો ના થયો. જાડેજાની અસ્થીરતા અને પૂંછડીયા બેટ્સમેનોના હવાતીયા ભારત ને જિતાડી ના શક્યા. આમ તો ઓ સ્ટ્રેલિયા પણ ફિલ્ડીંગમા લોચા મારતુ હતુ, જો થોડીક વધારે મહેનત કરી હોત તો ભારત આ મેચ જીતી શક્યુ હોત.
સચીનને ૧૭,૦૦૦ રન માટે અને સદી માટે અભિનંદન… જોઈએ હવે આગલી મેચમા શું થાય છે?


