Archive for December, 2009
મુંબઈમા જન્મ દિવસની ઉજવણી
ઘણા વખત પછી મુંબઈ જવાનુ થયુ. લગ્નસરાને લીધે ટ્રેનમાભારે ભીડ હતી, તો રિઝર્વેશન ના મળ્યુ. કુલીને ૨૦ રુપિયાનો ચાંદલો કરી જનરલ ડ્બ્બામા જગા મેળવી (સુરતમા પોલીસથી માંડીને કુલી સુધી દરેક લોકો કમાય છે – આ માટે દિવ્યભાસ્કર વાચતા રહેવુ). ૮:૩૦ વાગ્યે અંધેરી પહોચ્યા અને મિત્ર ઉત્તમની રાહ જોઈ. વધી ગયેલી દાઢી અને મૂછ સાથે ઉત્તમના દર્શન થયા. ૨૦ મિનિટની મુલાકાત પછી ૧૮૬ નંબરની બસ પકડી ભવાનીનગર (મરોલ-મરોશી) પહોચ્યા. અંધેરીમા દરેક સિગ્નલ પર ફ્લાય ઓવર નુ બાંધકામ ચાલે છે, તો ૧૦ વાગ્યે ટ્રાફિકમા અટવાતા ભવાનીનગર પહોચ્યા. ૩ વર્ષ પહેલા મુંબઈ આવ્યો હતો ત્યારે પહેલુ ભાડેનુ ઘર ભવાનીનગરમા લીધુ હતુ. ૩ વર્ષમા ઘણુ બદલાઈ ગયુ છે, પણ ટ્રાફિક મા કોઇ ફરફ નથી પડ્યો
રાતના રુપેશ, યોગેશ અને અંકુર સાથે મારા ૨૭મા જન્મ દિવસની ઉજવણી કરી. જુની યાદો તાજા કરી. બીજા દિવસે અંધેરી વેસ્ટમા ફર્યા અને સાંજના ક્લાંઈટ સાથે મીટીંગ પતાવી ફ્લાંઈગ રાનીમા ૧૧ વાગ્યે પાછા સુરત ભેગા થયા.
મુંબઈએ મને ઘણા મિત્રો આપ્યા છે એટ્લેજ મુંબઈ ઘણૂ પોતાનુ લાગે છે. એ વિશે ફરી કયારેક.



