કલબલાટ

કયારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

Archive for the ‘સામાન્ય’ Category

મુંબઈમા જન્મ દિવસની ઉજવણી

without comments

ઘણા વખત પછી મુંબઈ જવાનુ થયુ. લગ્નસરાને લીધે ટ્રેનમાભારે ભીડ હતી, તો રિઝર્વેશન ના મળ્યુ.  કુલીને ૨૦ રુપિયાનો ચાંદલો કરી જનરલ ડ્બ્બામા જગા મેળવી (સુરતમા પોલીસથી માંડીને કુલી સુધી દરેક લોકો કમાય છે – આ માટે દિવ્યભાસ્કર વાચતા રહેવુ). ૮:૩૦ વાગ્યે અંધેરી પહોચ્યા અને મિત્ર ઉત્તમની રાહ જોઈ. વધી ગયેલી દાઢી અને મૂછ સાથે ઉત્તમના દર્શન થયા. ૨૦ મિનિટની મુલાકાત પછી ૧૮૬ નંબરની બસ પકડી ભવાનીનગર (મરોલ-મરોશી) પહોચ્યા. અંધેરીમા દરેક સિગ્નલ પર ફ્લાય ઓવર નુ બાંધકામ ચાલે છે, તો ૧૦ વાગ્યે ટ્રાફિકમા અટવાતા ભવાનીનગર પહોચ્યા.  ૩ વર્ષ પહેલા મુંબઈ આવ્યો હતો ત્યારે પહેલુ ભાડેનુ ઘર ભવાનીનગરમા લીધુ હતુ. ૩ વર્ષમા ઘણુ બદલાઈ ગયુ છે, પણ ટ્રાફિક મા કોઇ ફરફ નથી પડ્યો :) રાતના રુપેશ, યોગેશ અને અંકુર સાથે મારા ૨૭મા જન્મ દિવસની ઉજવણી કરી. જુની યાદો તાજા કરી. બીજા દિવસે અંધેરી વેસ્ટમા ફર્યા અને સાંજના ક્લાંઈટ સાથે મીટીંગ પતાવી ફ્લાંઈગ રાનીમા ૧૧ વાગ્યે પાછા સુરત ભેગા થયા.

મુંબઈએ મને ઘણા મિત્રો આપ્યા છે એટ્લેજ મુંબઈ ઘણૂ પોતાનુ લાગે છે. એ વિશે ફરી કયારેક.

@Rups home in Mumbai - celebrating 27th B'day

Written by admin

December 12th, 2009 at 9:05 am

Posted in સામાન્ય

Tagged with

વાતાવરણની સ્વાસ્થય પર અસર

with one comment

વાતાવરણમા છેલ્લા બે દિવસથી ભારે બદલાવ છે. અહીં સુરતમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો, અને વાદળો હજૂ ઘેરાયેલા છે. આજૂબાજૂ ના ગામો માં તો ગઈ રાત થી વરસાદ પડે છે.

હમણાં સમાચાર મળ્યા કે બેંગ્લૂરૂ (બેંગ્લોર) માં પણ વરસાદ પડી રહ્યો છે. લાગે છે, ૨૦૧૨ ના અંતની શરૂઆત થઈ રહી છે :) આ વીકેન્ડ્માં ૨૦૧૨ રીલીઝ થઈ રહ્યુ છે, તો જોવા જવાની ઈચ્છાછે.

આ વાતાવરણની સ્વાસ્થય પર થોડી અસર થઈ છે. ગઈકાલથી શર્દી અને ઝીણો તાવ છે, તો આજે ઘરે જ કામ અને આરામ છે.

Written by admin

November 10th, 2009 at 12:16 am

બાળપણ…

without comments

ઍક ગુજરાતી શાયરી ના બ્લોગ પરથી ટપકાવેલુ અને મન ને ગમી ગયેલુ વાક્ય…

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, હવે સમજાયું કે, અધૂરા સપના ને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા.

Written by admin

October 20th, 2009 at 4:14 am

સોસાયટી મા ઘર હોવાનો ફાયદો (કે ગેરફાયદો ???)

without comments

સોસાયટી મા ઘર હોવાનો ફાયદો (કે ગેરફાયદો  ???) એ હોય છે કે દિવસ ભર તમને જાત-ભાત ના અવાજો સાંભળવા મળે છે. થોડાક ઉદાહરણ અંહી પ્રસ્તુત છે.

નાળીયેર વાળો – “એ નાળીયેરરરરર”

પસ્તિ વાળો – “પસ્તિ, ભંગાર, લોખંડ, પતરા”

સબરસ વાળો – “એ સબરસ લ્યો સબરસ” (મારી જાણ મુજબ, આ ભાઈ ફક્ત બેસ્તાવર્ષ ના દિવસે વહેલી સવારે જ જોવા કે સાંભળવા મળે છે.)

ઈડલી વાળો – આ ભાઈ એક બે મહિનાથી જ સાયકલ રિક્શા પર આવે છે (સાંજ ના સાતની આસપાસ) અને ઈડલી-ઢોસા લાવે છે. ફ્કત “પોંપુ પોંપુ” ના અવાજથી જ ખબર પડી જાય કે ઈડલી આવી.

શાકભાજી વાળો – આ તો બધી જ્ગ્યાએ સરખા જ હોય, એમા કહેવુ ના પડે.

કેરીની મૌસમમા ટેમ્પામા કેરી લઈ ને કેરીવાળો પણ “એ રત્નાગીરી હાફુસ આવી” ની હાંક પાડી જાય છે.

ગાદલા બનાવવા વાળા પણ કોઇક વાર આવે છે. તેઓ સાયકલ પર જે મશીન લાવે છે, તેના અવાજથી જ ખબર પડી જાય છે.

મોચી – આ ભાઈ ને બૂમો પાડતા સાંભળયુ નથી,પણ રેગ્યુલર છે.

આ સિવાય વારે-તહેવારે માગવા વાળાનો તો પાર નથી અને તહેવાર પ્રમાણે તેમની બોલી બદ્લાય છે. હા પણ, મારા ઘર માથી એક અવાજ અચુક સંભળાય છે “આગળ જા ભાઈ”

પહેલા સેલ્સમેનો પણ આવતા હતા, હવે દેખાતા નથી. કદાચ સોસાયટીનો વોચમેન બહારથી જ રોકી દે છે.

વર્ષો પહેલા નાનો હતો ત્યારે હાથીવાળા બાવાઓ પણ આવતા હતા (ઍક હાથી અને છ – સાત બાવાઓ), ત્યારે ઘરમાથી ગભરાવતા અને આપણે પણ થોડીક ખુલ્લી બારી માથી હાથીને જોય લેતા. આજ કાલ એ પણ નથી આવતા. હાથી ફ્ક્ત હવે પ્રાણી સંગ્રહાલય મા જ જોવા મળે છે. ગયા વર્ષે મૈસૂર ના પ્રાણી સંગ્રહાલય મા જોયા હતા.

અખબાર વાળો રોજ આવે છે, પણ મુલાકાત ફ્ક્ત મહીને પૈસા લેવા આવે ત્યારેજ થાય છે.

મુમ્બઈ અને બેંગ્લુરુ મા હતો ત્યારે ફ્લેટ મા રહેતા હતા, ત્યાં વોચમેન, ટીફીન વાળો, ધોબી અને અખબાર વાળો જ આવતો.

Written by admin

October 18th, 2009 at 7:22 am

લાગે છે કઈક બદલાઈ રહ્યુ છે…

with one comment

* સવાર ના ઠંડી પડવાની શરુઆત થઈ ગઈ છે.

* ફટાકડા ફૂટવા લગ્યા છે.

* સાંજના ૬ – ૩૦ વાગ્યે અન્ધારુ થઈ જાય છે.

* આજે જુના મિત્રો ને મળી ને જુની યાદો પણ તાજા થઈ ગઈ.

* કલાઇંટ્સ સાથે વાતો કરવામા રાત ના ઉજાગરા પણ વધી ગયા છે.

ઘણી વાર વિચારુ છુ, જીવન મા આવા નાના મોટા બદ્લાવ જરુરી છે. તો જ તો જીવન જીવવાની મજા આવે.

Written by admin

October 15th, 2009 at 9:47 am

માણસ એક સામાજીક પ્રાણી છે

without comments

એરીસ્ટોટ્લે કહ્યુ છે કે “માણસ એક સામાજીક પ્રાણી છે”.

પરન્તુ ઘણી વાર જીવન મા એવા માણસો મળી જાય છે કે ઉપર ના વાક્ય ને બદલવુ યોગ્ય લાગે. “માણસ એક સામાજીક પ્રાણી છે”.

ગઈકાલે હુ સુરત થી થોડે દૂર બારડૉલી અભિયાન્ત્રિક કોલેજ ની ઓફીશીયલ મુલાકાતે ગયો હતો, ત્યા આવુજ એક પ્રાણી ભટ્કાઈ ગયુ. એ મહાનુભવી પોતાની ૫% જાણકારી ને ૫૦૦% બતાવીને અનુભવી અધ્યાપકો સામે પોતાની અક્કલ નુ અવર્ણિય પ્રદશન કરી રહ્યો હતો અને સાથે સાથે લોકો ને નીચા બતાવ વાનો પ્રયત્ન પણ કરી રહ્યો હતો.

હોય ભાઈ, પરન્તુ બીજા ના અભિપ્રાય ની પણ કદર કરવી જરૂરી છે. પૄથ્વિ ચોરસ છે એમ પિપૂડી વગાડવાથી પૄથ્વિ ગોળ મટી ચોરસ નથી બની જતી.

આવા બુદ્ધીજીવી ઓને “કૂવામા ના દેડ્કા” નુ બિરૂદ આપી શકાય…

Written by admin

October 14th, 2009 at 4:21 am

જાગ્યા ત્યારથી સવાર…

with one comment

ઘણા સમય થી વિચારતો હતો કે ગુજરાતીમા બ્લોગ લખુ, પરન્તુ આળશ ના પ્રભા્વ થી અને સમય ના અભાવ થી એ કામ શરુ થતુ ન હતુ. એમ તો હુ બે વર્ષ થી બ્લોગ લખુ છુ પરન્તુ ગુજરાતી મા લખવાની જે મજા આવે છે તે અન્ગ્રેજી મા નથી આવતી.

મિત્ર કાર્તિક નો આભાર! તેમના ગુજરાતી બ્લોગ પરથી પ્રેરણા લઈને જ આજે પહેલુ વહેલુ લખાણ લખ્યુ છે.

Written by admin

October 13th, 2009 at 11:55 am

Powered By Indic IME