કલબલાટ

કયારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

Archive for the ‘Uncategorized’ Category

આ વીકેન્ડમા ૨૦૧૨ જોયુ

without comments

આ વીકેન્ડમા ૨૦૧૨ જોયુ અને દુનિયાનો અંત કેવી રીતે થઈ શકે છે તેનો ખ્યાલ આવ્યો. :)

એક ભારતીયને સૌપ્રથમ અંતની શરૂઆતની ખબર પડે છે અને મૂવીના અંતમા ચાઈનીસોએ બનાવેલા જહાજોમા અમુક લોકો ૬૦૦ કરોડ રુપૈયા (???) પર સીટ આપીને અને અમુક લોકો નસીબથી બચી જાય છે. સાથે જ ૦૧ – ૦૧ – ૦૦૦૧ ની પણ શરૂઆત થાય છે.

એક વાર થિયેટરમા જઈને જોવા જેવુ મૂવી છે.

Written by admin

November 17th, 2009 at 6:56 am

Posted in Uncategorized

હું અને ક્રિકેટ

without comments

આમ તો  હું ક્રિકેટ જોતો નથી (ફિક્સીંગ સમાચારો થી રસ ઊડી ગયો હતો), પણ આજે સચીને ૧૭,૦૦૦ રન પૂરા કરયા તો જોવાની ઈચ્છા રોકી ના શક્યો. સચીનની ધૂંવાધાર બેટીંગ (૧૭૫ રન) અને રૈના સાથેની ભાગેદારી જોવાની મજા પડી.

પરંતુ અન્તે પાવર પ્લેનો પણ ફાયદો ના થયો. જાડેજાની અસ્થીરતા અને પૂંછડીયા બેટ્સમેનોના હવાતીયા ભારત ને જિતાડી ના શક્યા. આમ તો  ઓ સ્ટ્રેલિયા પણ ફિલ્ડીંગમા લોચા મારતુ હતુ, જો થોડીક વધારે મહેનત કરી હોત તો ભારત આ મેચ જીતી શક્યુ હોત.

સચીનને ૧૭,૦૦૦ રન માટે અને સદી માટે અભિનંદન… જોઈએ હવે આગલી મેચમા શું થાય છે?

Written by admin

November 5th, 2009 at 11:34 am

Posted in Uncategorized

Powered By Indic IME